❛❛હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે,
વસે આંસુ આંખો તળે; એ ઘણું છે.
સ્વજન શોધવાનાં પ્રયત્નો જ ખોટાં,
બધાં માત્ર ખુદને છળે એ ઘણું છે.
બને તો અકારણ દુઆ પણ ન માંગો,
મહેનત મુજબ જે મળે; એ ઘણું છે.
ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો,
ફકત જૂઠ અટકે ગળે; એ ઘણું છે.
તું,રસ્તા ફરે એમ શાને વિચારે?
જરૂરી સ્થળે; પગ વળે એ ઘણું છે.❜❜
********************************
❛❛દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.❜❜
- આદિલ મન્સૂરી
********************************
❛❛લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.
સંબંધનાં પતંગિયા સાથે ઉડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.
તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.
પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.
તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિષે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.❜❜
********************************
❛❛પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે,
ચહેરા પર મંદ-મંદ સ્મિત આવી જાય છે.
પહેલી મૂલાકાત, પહેલો સ્પર્શ હતો,
છતાં લાગે છે આપણે કેટલીય જૂની ઓળખાણ છે.
તુજ વિના જીવવું હવે અઘરું લાગે છે,
તારા વગર ની એક એક ક્ષણ વર્ષોની માફક વહે છે.
થોડા સમય માં તો કેવો તે જાદુ કર્યો છે,
તારી યાદ વગર ની પળ પણ નકામી લાગે છે.
ક્યારેક તો થાય સપનું જોવ છું કે ભાસ થાય છે,
ખરેખર તમે આવ્યા પછી જિંદગી બદલાય ગઇ છે.
કવિતા લખવામાં ક્યાં શબ્દો ગોઠવવા પડે છે,
એ તો આપોઆપ લાગણી થઈ લખાય જાય છે.❜❜
- હીર ઠુંમર
********************************
❛❛તમને ગમતું હોય એને કોઈ બીજું
ગમતું હોય એવું પણ બને,
તમે રમો જેની સાથે એ તમારી સાથે
રમતું હોય એવું પણ બને,
છે વાંક તમારો છતાંય એ સામેથી
નમતું હોય એવું પણ બને,
તમારી રાહ જોઈને કોઈ રાતે ૧૦ વાગ્યે સાથે
જમતુ હોય એવું પણ બને,
સમજાય એ સમજી જાય છે બાકી
અમુક નું માથું ભમતું હોય એવું પણ બને,
છે શબ્દો સરળ મારા સાચું કવ છું
બાકી અમુક ફેક્તું હોય એવું પણ બને.❜❜
- અક્ષય શાહ
No comments:
Post a Comment