1). ❛પથ્થર છું પછી તરવું શું,
માણસ થઇ ને મરવું શું !
વરસવું તો પછી બારેમેઘ,
ઝરમર થઇ ને ઝરવું શું !
થવાનું બધું થયા જ કરે,
લાચાર આપણે કરવું શું !
આગળ વધી કેટલા વધવું,
આ છેલ્લે પાછા ફરવું શું !
ભડ ભડ સળગી જાવાનું,
હવે ઠાલું ઠાલું ઠરવું શું.❜
2). ❛કેટલી સુંદર સોનેરી સાંજ હતી,
જયારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી.❜
3). ❛એમણે કહ્યુ કે તમારું લખાણ બહુ જ ખુંચે છે,
મેં હસીને એટલું જ કહ્યું, મારૂ શું થતુ હશે ?❜
4). ❛તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.❜
5). ❛સાલું નશો 😉 તો તમારો 😍 થઈ ગયો છે મને,
બાકી સાહેબ દારૂ, ગાંજો અને અફીણ તો
ચાય ☕ કમ પાની છે તમારી સામે.❜
No comments:
Post a Comment