08 April, 2021

Daily Update (Gujarati Sayari) Date:- 08/04/2021

1. પદથી મળતી પ્રતિષ્ઠા મર્યાદિત છે,
વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે.

2. દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે,
દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં.

3. આજકાલ જિંદગી ચાલતી જાય છે,
સરકતા સમયમાં દોડતી ય જાય છે.

4. ક્યારેક હકીકતો નથી બચાવતી, 
પણ કોઈક વાર્તા જીવાડી દે છે.

5. સંઘર્ષ પિતાથી અને સંસ્કાર માતા પાસેથી શીખો,
કેમકે બાકી બધું જિંદગી આપણને શીખવાડી દેશે.

6. જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

7. સમજણનો સોયદોરો જો આરપાર થશે,
તો જ ફાટેલ જિંદગીની સારવાર થશે.

8. જંગલોનાં સન્નાટા ક્યાં મને ગણાવે  તું ?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે.

9. સાચા નિર્ણયથી આત્મવિશ્વાસ બમણો થાય,
ખોટા નિર્ણયથી અનુભવ બમણો થાય.

10. અંતરના ઓરડે ખાલીપો રાખવા કરતાં,
તૂટેલા સબંધની સીડીના બે પગથીયા ચડી લેવા સારા.

11. મારા હરએક શ્વાસનો પર્યાય તું , 
જિંદગી તારા વગર જીવાય શું !

માંગું ઈશ્વર પાસે હું એકજ દુવા ,
કે દુવામાં ના કદી વિસરાય તું . 

સ્નેહ-નફરતમાં તફાવત આટલો ,
પંખી એક ઊડ્યું ને એક મુંઝાય ગ્યું .

દર્દ મારે રાખવું 'તું ભીતરે !
વાતમાને વાતમાં ચર્ચાય ગ્યું . 

ગઈ સદીઓની સદીઓ એ છતાં !
સૌની અંદર સૌનો ક્યાં ભૂંસાય હું !

12. દુર્દશાને લાગ્યો આ આઘાત છે ,
મારો ના કોઈ જ પ્રત્યાઘાત છે .
દુર્દશામાં પણ શબદ વૈભવ મળ્યો 
વાહ... સુંદર તારી હરએક ઘાત છે.

13. દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,
હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.

14. મૃગજળ ની માયા ને, સરિતા સમજી બેઠા.
ઊષ્મા કેરી વરાળ ને, ઝાકળ સમજી બેઠા.
એક કાલ્પનિક દ્રશ્ય ને, જીવંત સમજી બેઠા.
ન હતા જે અમારા, એનેય અમારા સમજી બેઠા.

15. એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

16. મારા વિચાર તમને, ઊભા છે હાથ જોડી,
ઝરણાં જુઓ તરસને, ઊભા છે હાથ જોડી.

આદિ-અનાદિથી જે પજવી રહ્યા છે તમને,
એ સૌ સવાલ અમને, ઊભા છે હાથ જોડી.

આંખોના બદનસીબે કેવું વિચિત્ર દ્રશ્ય!!
તરસ્યા મેં જોયા, રણને ઊભા છે હાથ જોડી.

આ ટેરવાંમાં એવી શાહી ભરી છે એણે,
શબ્દો બધાં કલમને, ઊભા છે હાથ જોડી.

પ્હોંચી જવાની સઘળી મૂકી દીધી કવાયત,
નકશા બધા ચરણને, ઊભા છે હાથ જોડી

પગમાં ઉગાડી પાંખો, હાથે ઉગ્યા હલેસાં,
દરિયો ને આભ બંન્ને, ઊભા છે હાથ જોડી.

17. સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.❜❜

18. આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

19. શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

20. નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર..!


No comments: